Saturday, October 12, 2024

ગુજરાતી વ્યાકરણ સીરીઝ -કૃદંત


What is participle?

Although they look like verbs, verb forms are called 'participles' rather than functioning as nouns, adjectives or adverbs. Participles do not complete the meaning of a sentence like verbs.





 Everyone sang their favorite song. [as an adjective]

 You don't know anything about studying. [as a noun]

 He wanders away from me. [as an adverb]

To understand participles, remember the following:

1. Participles are verbs or demonstrative clauses. It functions as a doer, action, adjective or adverb.

2. The participle may or may not occur as a verb.

3. Participles occur as nouns, adjectives, adverbs. When the participle occurs in a sentence with Karta, Karma or other inflections, it is said to be used as a noun.

Participle and its types:

1. Present Participle

• The present participle shows that an action is in progress at any time.

Suffixes: To, Ti, Tu, Ta, Tan

Example:

• A barking dog will not bite.

• She used to go by bus.






2. Past participle

• Denotes the completion of any tense state of an action.

Suffixes: yo, e, u, ya, yan (laughed, laughed, laughed)

Example:

• He doesn't believe what I said.

• They spoke to me.





3. Indirect Participle (Suffix 'L')

Suffixes: L, L (read, read…)

Example:

• Who took the fruit from the tree?

• People trapped in floods were rescued.





ગુજરાતી વ્યાકરણ સીરીઝ -કૃદંત મટેરિયલની ફાઈ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.

https://drive.google.com/file/d/1wSUQHP0MFJBIEW6ZajNIWFBRbHiJ0BRk/view?usp=sharing




4. Future Participle

Suffix: 'Nar' (Nar, Nari, Nara, Naro..)

Example:

• He is coming from Mumbai.

• Times ahead are tough.

5. Relative Past Participle

Suffixes: e, ine (written, writing)

Example:

• He fell to the ground.

• Water tank overflowed.

6. Verbal participle / common participle

• Shows the sense of obligation or duty of an action.

Suffixes: wo, v, wu, wa, wa (write, write, ..)

Example:

• Always read good books

• We are going to stop at Surat today.




7. Hetworth Participle (purpose+meaning)

• Indicates the purpose of the action.

Suffixes: Wa, Vane. (to read, to read)

Example:

• Children go to school to study.

• He rose to speak.





કૃદંત વિશે સમજૂતી આપતો વિડીયો જોવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.

https://www.youtube.com/watch?v=7MrpDJmbUOU







કૃદંત એટલે શું?

ક્રિયાપદ જેવાં દેખાતાં હોવા છતાં સંજ્ઞા, વિશેષણ કે ક્રિયાવિશેષણની કામગીરી કરતાં ક્રિયાપદરૂપોને કૃદંતકહે છે. કૃદંતો ક્રિયાપદની માફક વાક્યનો અર્થ પૂર્ણ કરતાં નથી.

✔️સૌએ ગમતાં ગીત ગાયાં. [વિશેષણ તરીકે]

✔️ભણવા - કરવાનું તને કંઈ સૂઝતું જ નથી. [સંજ્ઞા તરીકે]

✔️મારાથી તે દૂર નાસતો ફરે છે. [ક્રિયાવિશેષણ તરીકે]

કૃદંતને સમજવા નીચેની બાબતો યાદ રાખો :

1.કૃદંત એ ક્રિયારૂપો કે ક્રિયાદર્શક પદો છે. તે કર્તા, કર્મ, વિશેષણ કે ક્રિયાવિશેષણની કામગીરી બજાવે છે.

2.કૃદંત ક્રિયાપદ તરીકે આવે કે ન પણ આવે .

3.કૃદંત સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ તરીકે આવે છે. કૃદંત જ્યારે વાક્યમાં કર્તા , કર્મ કે અન્ય વિભક્તિમાં આવે ત્યારે એ સંજ્ઞા તરીકે વપરાયું છે એમ કહેવાય.



કૃદન્ત અને તેના પ્રકારો:

•1. વર્તમાન કૃદંત

•2. ભૂતકૃદંત

•3. પરોક્ષ કૃદંત (એલપ્રત્યય)

•4. ભવિષ્ય કૃદંત

•5. સંબધક ભૂતકૃદંત

•6. વિધ્યર્થ કૃદંત / સામાન્ય કૃદંત

•7. હેત્વર્થ કૃદંત (હેતુ+અર્થ)

 



કૃદન્ત અને તેના પ્રકારો:

1. વર્તમાન કૃદંત

વર્તમાન કૃદંત કોઇ પણ કાળમાં ક્રિયા ચાલુ છે તેવું દર્શાવે છે.

પ્રત્યય: તો, તી, તુ, તા, તાં

ઉદાહરણ:

ભસતાં કુતરા કરડે નહી.

તેણી બસમાં જતી હતી.

 



2. ભૂતકૃદંત

ક્રિયાની કોઇ પણ કાળની અવસ્થાની પૂર્ણતા દર્શાવે છે.

પ્રત્યય: યો, , યુ, યા, યાં (હસી, હસ્યુ, હસ્યો)

ઉદાહરણ:

તે મારુ કહ્યુ માનતો નથી.

તેઓ મને બોલ્યાં હતાં.         

 



3. પરોક્ષ કૃદંત (એલપ્રત્યય)

પ્રત્યય: લ, એલ (વાંચેલ, વાંચેલો…)

ઉદાહરણ:

ઝાડ પરથી પડેલું ફળ કોણે લીધું ?

પૂરમાં ફસાયેલ લોકોને બચાવી લીધા.

 

 

 

4. ભવિષ્ય કૃદંત

પ્રત્યય: નાર’ (નાર, નારી, નારા, નારો..)

ઉદાહરણ:

તે મુંબઈથી આવનાર છે.

આવનારો સમય કઠિન છે.

 



5. સંબધક ભૂતકૃદંત

પ્રત્યય: ઇ, ઈને (લખી, લખીને)

ઉદાહરણ:

તે જમીને નિશાળે ગયો.

પાણીની ટાંકી છલકાઇ ગઈ.

 



6. વિધ્યર્થ કૃદંત / સામાન્ય કૃદંત

ક્રિયાની ફરજ કે કર્તવ્યનો અર્થ બતાવે છે.

પ્રત્યય : વો, વી,વુ, વા, વાં (લખવો, લખવી, ..)

ઉદાહરણ:

હંમેશા સારા પુસ્તકો વાંચવા

અમે આજે સુરત રોકાવાના છે.

 

 

 

7. હેત્વર્થ કૃદંત (હેતુ+અર્થ)

ક્રિયાનો હેતુ દર્શાવે છે.

પ્રત્યય: વા, વાને. (વાંચવા, વાંચવાને)

ઉદાહરણ:

બાળકો ભણવા નિશાળે જાય છે.

તે બોલવાને ઊભો થયો.


No comments:

Post a Comment