Sunday, October 27, 2024

ગુજરાતી -ભાષાસજ્જતા

 ગુજરાતી -ભાષાસજ્જતા 



ગુજરાતી ભારત દેશના ગુજરાત રાજ્યની ઇન્ડો-આર્યન ભાષા છે અને મુખ્યત્વે ગુજરાતી લોકો દ્વારા બોલાય છે. તે બૃહદ ઇન્ડો-યુરોપિયન ભાષા કુટુંબનો ભાગ છે. ગુજરાતીનો ઉદ્ભવ જૂની ગુજરાતી ભાષા (આશરે ઇ.સ. ૧૧૦૦-૧૫૦૦)માંથી થયો છે. તે ગુજરાત રાજ્ય અને દીવ, દમણ અને દાદરા-નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોની અધિકૃત ભાષા છે.








૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં વક્તાઓની સંખ્યા પ્રમાણે ગુજરાતી છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ૫.૫૬ કરોડ લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે ભારતની વસ્તીના લગભગ ૪.૫% જેટલા થાય છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા ૬.૫૫ કરોડ છે, જેથી ગુજરાતી ભાષા વિશ્વમાં ૨૦૦૭ મુજબ ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે.





ગુજરાતી ભાષા સજ્જતા મટેરિયલની pdf  ફાઈલ ડાઉનલોડ કરવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો.






ગુજરાતી ૭૦૦ વર્ષ કરતા વધુ જૂની છે. ગુજરાત બહાર, ગુજરાતી લોકો દ્વારા દક્ષિણ એશિયાના ઘણા ભાગોમાં, ભારતનાં અન્ય રાજ્યો, ખાસ કરીને મુંબઈ તથા પાકિસ્તાન (મુખ્યત્વે કરાચી)માં ગુજરાતી બોલાય છે. ગુજરાતી વંશના લોકો દ્વારા દક્ષિણ એશિયાની બહાર પણ વિશ્વનાં અનેક દેશોમાં ગુજરાતી બોલાય છે. ઉત્તર અમેરિકા ખંડમાં ગુજરાતી ભાષા સૌથી ઝડપથી વિકસતી અને અમેરિકા અને કેનેડામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાંની એક છે. યુરોપમાં ગુજરાતીઓ બ્રિટિશ દક્ષિણ એશિયન ભાષાઓ બોલનારા લોકોમાં બીજા ક્રમે છે, અને યુ.કે.ના લંડનમાં ગુજરાતી ચોથા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે. ગુજરાતી ઉત્તર-પૂર્વીય આફ્રિકા, ખાસ કરીને કેન્યા, યુગાન્ડા, તાન્ઝાનિયા, ઝામ્બિયા તથા દક્ષિણ આફ્રિકા સહિત આફ્રિકાનાં અન્ય દેશોમાં પણ બોલાય છે. બીજે બધે, જેમ કે ચીન (ખાસ કરીને હોંગકોંગ), ઇન્ડોનેશિયા, સિંગાપુર, ઓસ્ટ્રેલિયા અને મધ્ય પૂર્વના દેશો જેમ કે બહેરીન વગેરેમાં ગુજરાતી ઓછા પ્રમાણમાં બોલાય છે.









ભારતના "રાષ્ટ્રપિતા" મહાત્મા ગાંધી અને "લોખંડી પુરૂષ" સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ ભાષા ગુજરાતી હતી. બીજા મહાનુભાવો કે જેમની પ્રથમ ભાષા ગુજરાતી છે અથવા હતી તેમાં નરસિંહ મહેતા, સ્વામી દયાનંદ સરસ્વતી, મોરારજી દેસાઈ, ધીરુભાઈ અંબાણી, જે.આર.ડી. ટાટા, નરેન્દ્ર મોદી અને મહમદ અલી ઝીણાનો સમાવેશ થાય છે.


No comments:

Post a Comment