Tuesday, July 16, 2024

Gk Test (ગુજરાતી સાહિત્ય)

 Gk Test (ગુજરાતી સાહિત્ય)



સાહિત્યનું વાંચન માનવીને વૈવિધ્યપૂર્ણ અને વિપુલ વિચારભાથું આપે છે, એ દ્વારા માનવી અને સમાજની વિવિધ સમસ્યાઓના ઉકેલનું દિશાસૂચન મળી રહે છે., વળી સાહિત્યનું વાંચન માનવીને તેના ફુરસદના સમયમાં મનોરંજન પણ આપે છે .





કોઈએ સાચું જ કહ્યું છે કે દરેક પુસ્તકને તેનો વાંચક છે અને દરેક વાંચકને તેનું પુસ્તક છે. પરંતુ પુસ્તકની સાહિત્યની દુનિયા વિશાળ છે. એ દુનિયાની વાંચકને સામાન્ય જાણકારી હોય તો પુસ્તક પ્રાપ્તિની તેની જરૂરિયાત સફળતાપૂર્વક સંતોષાઈ શકે છે.




Gk Test (ગુજરાતી સાહિત્ય) ટેસ્ટ આપવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

https://forms.gle/VeYvCJwkDNd3L4VA8





  • ગુજરાતી સાહિત્ય
    • પ્રાચીન સાહિત્ય (ઇ.સ. ૧૪૫૦ સુધી)
      • પ્રાગ-નરસિંહ યુગ (ઇ.સ. ૧૦૦૦ થી ઇ.સ. ૧૪૫૦)
        • રાસ યુગ
    • મધ્યકાલીન સાહિત્ય (ઇ.સ. ૧૪૫૦ – ઇ.સ. ૧૮૫૦)
      • નરસિંહ યુગ (ઇ.સ. ૧૪૫૦ થી ઇ.સ. ૧૮૫૦)
        • ભક્તિ યુગ
          • સગુણ ભક્તિ યુગ
          • નિર્ગુણ ભક્તિ યુગ
    • અર્વાચીન સાહિત્ય (ઇ.સ. ૧૮૫૦થી હાલ સુધી)
      • સુધારક યુગ અથવા નર્મદ યુગ (ઇ.સ. ૧૮૫૦-૧૮૮૫)
      • પંડિત યુગ અથવા ગોવર્ધન યુગ (ઇ.સ. ૧૮૮૫–૧૯૧૫)
      • ગાંધી યુગ (ઇ.સ. ૧૯૧૫–૧૯૪૫)
      • અનુ-ગાંધી યુગ (ઇ.સ. ૧૯૪૦-૧૯૫૫)
      • આધુનિક યુગ (ઇ.સ. ૧૯૫૫-૧૯૮૫)
      • અનુ-આધુનિક યુગ (ઇ.સ. ૧૯૮૫ – હાલ સુધી)







ગુજરાતી સાહિત્યને મુખ્યત્ત્વે બે વિસ્તૃત શ્રેણીઓમાં વહેચવામાં આવે છે જે ગદ્ય અને પદ્ય છે. જેમાં પદ્યનો ઈતિહાસ આશરે ૬ઠ્ઠી સદી સુધીનો માનવામાં આવે છે. પદ્ય ધાર્મિક માન્યતાઓ અને ચૂકાદાઓ માટેનું મધ્યકાલીન ભારતમાં માધ્યમ હતું. તેના આધારે ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ મુખ્યત્ત્વે ત્રણ વિભાગમાં વહેચાયેલ છે; પ્રાચીન (ઈ.સ. ૧૪૫૦ સુધી), મધ્યકાલીન (ઈ.સ. ૧૪૫૦ થી ૧૮૫૦) અને અર્વાચીન (ઈ.સ. ૧૮૫૦ પછીનો). જોકે ગુજરાતી સાહિત્યનો જે ગુજરાતી સંસ્કૃતિ પરનો મહત્તમ પ્રભાવ છે તે મુઝ્ઝફર વંશના સમયમાં થયો એમ માનવામાં આવે છે. પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યને પ્રાગ નરસિંહ અને અનુ નરસિંહ એમ સમયકાળમાં વહેંચવામાં આવ્યું છે. કેટલાક નિષ્ણાતો આ સમયગાળાને રસયુગ, સગુણ ભક્તિ યુગ અને નિર્ગુણ ભક્તિ યુગમાં પણ વહેચે છે. આધુનિક સાહિત્યને સુધારક યુગ અથવા નર્મદ યુગ, પંડિત યુગ અથવા ગોવર્ધન યુગ, ગાંધી યુગ, અનુ ગાંધી યુગ, આધુનિક યુગ અને અનુ આધુનિક યુગમાં વહેચવામાં આવે છે. આ યુગો સમયકાળ અનુસાર વહેચવામાં આવ્યા છે પરંતુ યુગની શરુઆત અને અંત જે તે વર્ષથી જ થાય છે એવું ન ધારી શકાય. દરેક યુગના આગમન અને અંત આગામી અને પુરોગામી યુગ સાથે કેટલોક સમયકાળ સુધી સહાસ્તિત્વ ધરાવે છે.

No comments:

Post a Comment