Gk Test (ભારત - એવોર્ડઝ અને પારિતોષિકો)
ડીજીટલ ઇન્ડીયા પુરસ્કારના રત્નો
ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રોધ્યોગિકી મંત્રાલયે ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટને ઇ-ગવર્નન્સમાં ઉત્કૃષ્ટતા બદલ જેમ્સ ઓફ ડીજીટલ ઇન્ડીયા પુરસ્કાર ૨૦૧૮ (જ્યુરીસ્ ચોઇસ)
ડીજીટલ ઇન્ડીયા – શ્રેષ્ઠ મોબાઇલ એપ
ડીજીટલ ઇન્ડીયા પુરસ્કાર ૨૦૧૮ અંતર્ગત ઇ-કોર્ટસ્ પ્રોજેક્ટને તેની ઇ-કોર્ટ સેવાઓ માટે શ્રેષ્ઠ મોબાઇલ એપનો પ્લેટીનમ પુરસ્કાર એનાયત થયેલ.
સિટીઝન સેન્ટ્રિક ડિલિવરી પુરી પાડવામાં ઉત્કૃષ્ટતા માટે ૨૦૨૨ રાષ્ટ્રીય સુવર્ણ પુરસ્કાર
ભારતની સર્વોચ્ચ અદાલત અને ન્યાય વિભાગની ઈ-કમિટીને વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ દ્વારા ૱.પ લાખ રોકડ, ટ્રોફી તેમજ જજમેન્ટ એન્ડ ઓર્ડર સર્ચ પોર્ટલ માટે પ્રમાણપત્રના પુરસ્કાર સાથે સિટીઝન સેન્ટ્રિક ડિલિવરી પ્રદાન કરવા માટે ઉત્કૃષ્ટતા માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સુવર્ણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તા.૨૬મી નવેમ્બર, ૨૦૨૨ના રોજ જમ્મુમાં આયોજિત ૨૫મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સ (NceG)માં, આ પુરસ્કાર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલયના કેન્દ્રીય રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ડૉ. જીતેન્દ્ર સિંહ દ્વારા આપવામાં આવ્યો હતો.
૨૦૨૧ વિકલાંગોના સશક્તિકરણ સાથે સંકળાયેલી સંસ્થાઓ માટે રાષ્ટ્રીય પુરસ્કાર- સર્વશ્રેષ્ઠ સુગમ્ય પરિવહનના સાધન/સૂચના અને સંચાર પ્રૌદ્યોગિકી
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયની ઇ-કમિટીને ૩ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ સુશ્રી દ્રૌપદી મુર્મુ દ્વારા વિકલાંગોના સશક્તિકરણમાં સંકળાયેલી સંસ્થાઓ માટેનો – સર્વશ્રેષ્ઠ સુગમ્ય પરિવહનના સાધન/સૂચના અને સંચાર પ્રૌદ્યોગિકી – વર્ષ ૨૦૨૧નો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો
૨૦૨૦ ડિજીટલ ઇન્ડિયા એવોર્ડ – પ્લેટિનીયમ એવોર્ડ ફોર એક્સલેન્સ ઇન ડિજીટલ ઇ-ગવર્નન્સ
ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ ન્યાયાલયની ઇ-કમિટીને વર્ષ ૨૦૨૦ નો એક્સલેન્સ ઇન ડિજીટલ ગવર્નન્સ માટેનો પ્લેટીનીયમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો….
Gk Test (ભારત - એવોર્ડઝ અને પારિતોષિકો) ઓનલાઈન ટેસ્ટ માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://forms.gle/TYwrtdgEpQYViDVz5
ભારત રત્ન
ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર છે. આ પુરસ્કાર રાષ્ટ્રની સેવા બદલ એનાયત કરવામાં આવે છે. આ સેવાઓમાં કલા, સાહિત્ય, વિજ્ઞાન અથવા સાર્વજનિક ક્ષેત્રે આપેલી સેવાઓનો સમાવેશ થાય છે. શરૂઆતમાં આ સન્માન ફક્ત કળા, વિજ્ઞાન, સાહિત્ય અને જાહેરસેવાનાં ક્ષેત્રમાં પ્રદાન કરનારી વ્યક્તિઓને જ આપવામાં આવતું હતું. પણ ડિસેમ્બર ૨૦૧૧માં કરેલા સુધારા મુજબ આ ક્ષેત્રને વિસ્તૃત કરીને 'કોઇપણ ક્ષેત્રમાં માનવસેવાના પ્રયાસ' બદલ આપવામાં આવે છે. આ પુરસ્કારની સ્થાપના ૨ જાન્યુઆરી ૧૯૫૪ એ સમયના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન માટે દર વર્ષે ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના રાષ્ટ્રપતિને ભલામણ કરવામાં આવે છે. દર વર્ષે વધુમાં વધુ ત્રણ નામોની ભલામણ કરી શકાય છે. આ સન્માન મેળવનારી વ્યક્તિઓને રાષ્ટ્રપતિનાં હસ્તાક્ષરવાળું એક પ્રશસ્તિપત્ર અને પીપળાનાં પાનના આકારનું સન્માનચિન્હ આપવામાં આવે છે. આ સન્માન સાથે કોઇ નાણાકીય પુરસ્કાર જોડાયેલ નથી. પણ ભારતરત્ન મેળવનારી વ્યક્તિને ભારતનાં શિષ્ટાચારની યાદીમાં સાતમાં ક્રમે ગણવામાં આવે છે. જોકે આ સન્માનને ઇલ્કાબની જેમ વાપરવાની બંધારણીય મનાઇ છે. આ પુરસ્કાર વડે સન્માનિત વ્યક્તિ પોતાના નામ આગળ કોઇ પદવી લખતા નથી.
ઇ.સ. ૧૯૫૪માં આ સન્માન સહુપ્રથમ આપવામાં આવ્યું હતું. આ સન્માન મરણોપરાંત આપવાની પહેલાં કોઇ જોગવાઇ ન હતી. પણ ૧૯૫૫ના સુધારા દ્વારા આ સન્માન મરણોપરાંત આપવાની છૂટ આપવામાં આવી. ઇ.સ. ૧૯૬૬માં ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને સર્વપ્રથમ મરણોપરાંત આ સન્માન આપવામાં આવ્યું. જાણીતા ક્રિકેટના ખેલાડી સચિન તેંડુલકર ફક્ત ૪૦ વર્ષે આ સન્માન મેળવી આ સન્માન મેળવનારા સહુથી યુવા વ્યક્તિ બન્યાં. તો જાણીતા સમાજસેવક ધોન્ડો કેશવ કર્વે ૧૦૦ વર્ષની ઉંમરે આ સન્માન મેળવીને સન્માન મેળવનારા સહુથી વડીલ વ્યક્તિ બન્યાં.સામાન્ય રીતે આ સન્માન ભારતના નાગરીકોને આપવામાં આવે છે. ઇ.સ. ૧૯૮૦માં ભારતની બહાર જન્મેલાં અને પાછળથી ભારતનું નાગરિત્વ મેળવનાર મધર ટેરેસાને આપવામાં આવ્યું. આ ઉપરાંત બે વિદેશી નાગરીકો, પાકિસ્તાનના નાગરીક ખાન અબ્દુલ ગફાર ખાન અને દક્ષિણ આફ્રિકાના નાગરીક નેલ્સન મંડેલાને પણ આ સન્માન આપવામાં આવ્યું છે.
પદ્મવિભૂષણ
પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો દેશનો બીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાન માટે એનાયત કરવામાં આવે છે.
પદ્મશ્રી
પુરસ્કાર ભારત સરકાર દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવતો એક પુરસ્કાર છે, જે દેશના માટેના સૈનિકક્ષેત્ર સિવાયના ક્ષેત્રમાં અસાધારણ યોગદાનના માટે એનાયત કરવામાં આવે છે,જેમકે કલા, શિક્ષણ, ઉધોગ, સાહિત્ય, વિજ્ઞાન, ખેલકુદ, સમાજ સેવા વગેરે.
No comments:
Post a Comment