Gk Test (મધ્યાહન ભોજન યોજના)
ભારત દેશ વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં બીજા નંબરનું સ્થાન ધરાવે છે, જેમ વસ્તી વધારે તેમ તેમની રહેવાની,જમવાની વ્યવસ્થાની વગેરે સમસ્યાઓ પણ ગંભીર રીતે વિસ્તરતી હોય છે. આમ પણ ભારત દેશ એ ગામડાઓનો બનેલો દેશ છે. મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. આપણા દેશના ૪૦% વિધાર્થીઓ જુદા જુદા સામાજિક અને આર્થિક ક્ષેત્રે કહેવાતા નબળા વર્ગમાંથી આવે છે. ભારતના બંધારણ આર્ટીકલ -૩૯ મુજબ રાજ્યમાં રહેતા તમામ લોકો માટે આરોગ્ય અને તંદુરસ્તી માટેની જોગવાઈ કરવાની રહે છે. સામજિક અને રાષ્ટ્રીય એકતાના મુખ્ય સંદેશ સાથે ભારતમાં સૌ પ્રથમ ૧૯૮૨માં તમિલનાડુમાં મધ્યાહન ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી. જયારે ગુજરાતમાં તેની શરૂઆત ૧૯મી નવેમ્બર ૧૯૮૪ થી કરવામાં આવી. નામદાર સુપ્રીમકોર્ટના આદેશ અનુસાર મધ્યાહન ભોજન યોજનાને ફરજીયાત પણે વર્ષમાં ઓછામાં ઓછા ૨૦૦ દિવસ બાળકોને ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું. જે અંતર્ગત સરકાર હસ્તકની પ્રાથમિક શાળાઓમાં આ યોજના શરુ કરવામાં આવી. નેશનલ પ્રોગ્રામ ઓફ ન્યુટ્રીશન સ્કીમ ઓફ એજ્યુકેશન હેઠળ આ યોજના કાર્યરત છે.
GK Test આપવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
https://forms.gle/fKnRei7DYJ9XTn9G6
- હેતુઓ :-
Ø વિધાર્થીઓના આરોગ્ય અને પોષણ મૂલ્યોમાં વધારો કરવો.
Ø ગરીબ બાળકોને શાળામાં આવવા પ્રોત્સાહન આપવું.
Ø બાળકોના ડ્રોપ આઉટ દરમાં ઘટાડો કરી હાજરીમાં વધારો કરવો.
Ø બાલ્યાવસ્થાથી જ બાળકોમાં સામજિક અને રાષ્ટ્રીય એકતાનું જોડાણ કરવું.
Ø ગ્રામ કક્ષાએ રોજગારીની તકો પૂરી પાડવી.
Ø પરોક્ષ રીતે રાજ્ય તેમજ રાષ્ટ્રમાંથી ગરીબી દૂર કરવી.
No comments:
Post a Comment