Friday, August 9, 2024

ગુજરાતી વ્યાકરણ -જોડણી.



જોડણી.

                            દરેક ભાષામાં જે તે શબ્દની જોડણી નિયત હોય છે.એ જોડણી યાદ રાખવી જોઈએ.ગુજરાતી ભાષાના ઘણા શબ્દો સંસ્કૃત ભાષામાંથી આવેલા છે., અને તેમના પણ શબ્દો તત્સમ રૂપે અર્થાત મૂળ ભાષામાં હોય તે જ રીતે લખાય છે.આથી એવા તત્સમ શબ્દોની જોડણીને લગતી કેટલીક ચાવીઓ યાદ રાખીએ તો તેવા ઘણા શબ્દોની સાચી જોડણી કરવી સરળ પડે.


·        આપણી ગુજરાતી ભાષાના શબ્દો ત્રણ પ્રકારના છે.

૧.તત્સમ શબ્દો.

૨.તદભવ શબ્દો.

૩.દ્રશ્ય શબ્દો.

આ ત્રણેય શબ્દોની અલગ-અલગ જોડણી થતી હોય છે.





Ø  તત્સમ જોડણીના નિયમો.

જે શબ્દોનું મૂળ સંસ્કૃત ભાષામાં હોય અને કોઈપણ ફેરફાર વગર ગુજરાતી ભાષામાં ઉતરી આવેલા હોય તેવા શબ્દોની જોડણી તત્સમ જોડણી કહેવાય. તેના નિયમો જોઈએ તો,

ü  આવા શબ્દોનું એક જૂથ ઉપસર્ગોને લગતું છે.સંસ્કૃત ઉપસર્ગોમાં બધે જ ઈ-ઉ હસ્વ હોય છે.

જેમકે,

અનુ,અધિ,અભિ,ઉપ,દુર,નિ,પરિ,પ્રતિ,સુર,નિસ્,વિ,પ્રતિ,અતિ,સુ,કુ,બહિ,ઉત્,પુર વગેરે પુવર્ગો હસ્વ આવે છે.

ઉદાહરણો :-

ü  અનુ.:-અનુમાન,અનુકરણ,અનુવાદ,અનુદિત,અનુરાગ,અનુભવ,અનુયાયી,અનુરૂપ,અનુકંપા, અનુશીલન,અનુનય,અનુજ.

ü  પ્રતિ :પ્રતિકાર,પ્રતિધ્વનિ,પ્રતિકૂળ,પ્રતિક્ષણ,પ્રતિદિન,પ્રતિનિધિ,પ્રતિપાદન,પ્રતિબંધ,પ્રતિરોધ, પ્રતિજાત,પ્રતિશોધ.

ü  પરિ :- પરિચય,પરિણામ,પરિપાક,પરિમલ,પરિગ્રહ,પરિસંવાદ,પરિત્યાગ,પરિચિત ,પરિસ્થિતિ.

ü  અભિ:-અભિમાન,અભિરુચિ,અભિમુખ,અભિનવ,અભિધાન,અભિલાષા,અભિષેક,અભિનંદન,અભિવાદન,અભિનય,અભિનેતા.

ü  અધિ :-અધિકાર,અધિનિયમ,અધિસૂચના.

ü  અતિ :- અતિશય,અતિજ્ઞાન,અતિભાર,અતિવૃષ્ટિ,અતિરિક્ત,અતિચાર,અતિલોભ,અતિસાર.

અપવાદ –અતીત.

ü  બહિ :-બહિર્ગોળ,બહિષ્કાર,બહિર્મુખ.

ü  નિ :-નિગમ,નિબંધ,નિખિલ,નિગ્રહ,નિપાત,નિમેષ,નિયંત્રણ,નિમગ્ન,નિયમ,નિલય.

અપવાદ :-નીરવ,નીરજ,નીરોગી,નીતિન,નીપજ,નીલમ.

ü  નિ: -નિરક્ષર,નિરંકુશ,નિરાધાર,નિ:સ્પૃહ, નિ:સ્વાર્થ, નિ:સંશય,નિર્દોષ,નિર્મલ,નિર્જન,નિર્દય,નિર્ણય,નિર્લજ્જ.

ü  વિ :-વિજ્ઞાન,વિકલ્પ,વિજય,વિભક્ત,વિયોગ,વિરોધ,વિશેષ,વિશ્રામ,વિપ્લવ,વિમર્શ,વિમલ,વિતર્ક,વિલાસ,વિરાટ,વિશાળ,વિનાયક.

અપવાદ :-વીર,વીરાંગના.

ü  ઉપ :- ઉપવાસ,ઉપસર્ગ,ઉપહાર,ઉપદેશ,ઉપનિષદ,ઉપવીત,ઉપાધ્યક્ષ,ઉપગ્રહ,ઉપનામ,ઉપમેય.

અપવાદ :-ઊપજ

ü  સુ :- સુગંધ,સુવાસ,સુવિચાર,સુપુત્ર,સુલેખન,સુરક્ષિત,સુવાક્ય,સુદ્રઢ,સુગમ,સુભાષિત,સુશોભન,સુબોધ.

ü  કુ :- કુટેવ,કુતર્ક,કુમતિ,કુસેવા,કુપાત્ર,કુકર્મ,કુપોષણ,કુરિવાજ.

ü  ઉત્ :-ઉત્કંઠા,ઉદ્ધાર,ઉત્ક્રાંતિ,ઉત્તર,ઉતુંગ,ઉત્તેજન,ઉત્સાહ,ઉત્પાત,ઉત્સવ.

ü  દુસ .:-દુરાગ્રહ,દુરાચાર,દુરપયોગ,દુર્ગંધ,દુર્જન,દુર્બલ,દુર્ભાગ્ય,દુષ્કર્મ,દુષ્કાળ,દુર્યોધન,દુ:સ્વપ્ન,દુર્લભ








 

·         શબ્દના અંતે ઈય,અનિય,ઇન આવે ત્યારે દીર્ઘ ‘ઈ’થાય છે.

ઉદાહરણ :-

વંદનીય

ગ્રામીણ

વૈદકીય

 માનનીય

 કમનીય    

પરાધીન

માનવીય

ચિંતનીય

આત્મીય

 તત્કાલીન

 રંગીન

સંગીન

પૂજનીય

રમણીય

અર્વાચીન

શોખીન

નવીન

ભારતીય

 

અપવાદ :- મલિન,પુલિન.




·         શબ્દના છેડે આવતા ‘અધીન’માં દીર્ઘ ‘ઈ’આવે છે.

જેમકે,

આજ્ઞાધીન 

પરાધીન  

 સ્વાધીન  

 સ્નેહાધીન

 




 

·         ‘ઇન્દ્ર’ અને ‘ઈશ’માં દીર્ઘ ‘ઈ’આવે છે.

રવીન્દ્ર

રજનીશ

સત્તાધીશ

કવીન્દ્ર

હરીન્દ્ર

ન્યાયધીશ

લંકાધીશ

દ્વારકાધીશ

 

અપવાદ :-અહર્નિશ.




·         ઇક્ષ –ઇક્ષામાં દીર્ઘ ‘ઈ’આવે છે.

જેમકે,

પરીક્ષક

નિરીક્ષક

સમીક્ષા

પરીક્ષણ

સમીક્ષક

 

અપવાદ :- શિક્ષક,શિક્ષા,ભિક્ષુક.




·         ‘વતી’કે ‘મતી’ શબ્દના છેડે લાગે ત્યારે દીર્ઘ ‘ઈ’આવે છે.

જેમકે

હાથીમતી

સાબરમતી

લીલાવતી

કર્ણાવતી

વિલાસવતી

સરસ્વતી

ચારુમતી

ભગવતી

 






·         શબ્દના છેડે ‘ગીરી’શબ્દમાં છેડે દીર્ઘ ‘ઈ’ આવે છે.

જેમકે ...

ગાંધીગીરી

કારીગીરી

દાદાગીરી

યાદગીરી

કામગીરી

મુત્સદ્દીગીરી

 

 

અપવાદ :-‘ગિરિ’ પર્વતના અર્થમાં હસ્વ આવે છે. નીલગિરિ,હિમગિરિ,ગિરિધર.





·         ત્રણ અક્ષરના શબ્દના બીજા અક્ષરમાં હસ્વ સ્વર હોય તો પહેલા અક્ષરનો ‘ઈ’ કે ‘ઊ’ દીર્ઘ લખાય છે. જેમકે,

કૂતરું

ભૂસકો

સૂપડું

દીકરો

કીટલી

ચીભડું


અપવાદ :-કુલડી,કુમળું,ગુટકો,ટુકડો,ટુચકો.





·         નારીજાતિમાં ભાવવાચક નામને અંતે ‘ઈ’હસ્વ આવે છે.

જેમકે,

 

 

અનુમતિ

આવૃત્તિ

સંમતિ

નિયતિ

વિનંતી

અનુભૂતિ

આહુતિ

ઉપસ્થિતિ

 




·         ‘ઇક’ તેમજ ‘ઇકા’ પ્રત્યય હમેશા હસ્વ ‘ઈ’વાળા હોય છે.

જેમકે,

માનસિક

સ્વાભાવિક

સાંવેગિક

માર્ગદર્શિકા

સામાજિક

અધિક

બૌધિક

પુસ્તિકા

શારીરિક

તાત્કાલિક

 

·         ‘ઇત’ એ ‘ઈલ’પ્રત્યયમાં ‘ઈ’હસ્વ મૂકાય છે.

જેમકે,

ખંડિત

સુવાસિત

રત્નજડિત

કથિત

નિવાસિત

અનિલ

પ્રચલિત

વ્યથિત

સલિલ

વ્યવસ્થિત

 

અપવાદ :- અતીત,વિપરીત,વિનીત

અપવાદ :- નીલ અને શીલ –સુશીલ અને નીલકમલ





·         ‘તા’ કે ‘ત્વ’ પ્રત્યયથી બનતાં નામોને અંતે દીર્ઘ ‘ઈ’હસ્વ ‘ઇ’ બને છે.

જેમકે,

વિનમ્રતા

ઉપયોગિતા

મહત્વ

લઘુતા

મહત્તા

સ્વામિત્વ

ચારુતા

તેજસ્વીતા

ગુરુત્વ

નમ્રતા

 

·         નામોમાં છેડેનો ‘ઉ’ હસ્વ લખાય છે.

જેમકે,

ઘેનું

રઘુ

વિષ્ણુ

વિધુ

વિભુ

લઘુ

ગુરુ

ચારુ

શંકુ

 





 

·         શબ્દમાં જોડાક્ષર પહેલાના ‘ઇ’,’ઉ’ હસ્વ લખાય છે.

જેમકે,

શિષ્ય

જિલ્લો

જુસ્સો

દુશ્મન

દિવ્ય

ચિઠ્ઠી

લુચ્ચું

ઉત્કૃષ્ટ

પરિશિષ્ટ

કિસ્સો

અપવાદ :-તીક્ષ્ણ, શૂન્ય,મૂલ્ય,તીવ્ર,સુક્ષ્મ,દીક્ષા.

·         ‘ર’ના જોડાક્ષર પૂર્વે આવતા ‘ઈ’ અને ‘ઊ’ દીર્ઘ લખાય છે.

જેમકે.

આશીર્વાદ

કીર્તિ

પૂર્વ

શીર્ષક

શીર્ષાસન

ચૂર્ણ

સૂર્ય

મૂર્છા

ઉત્તીર્ણ

મુહૂર્ત

અપવાદ :-ઉર્વશી,કારકિર્દી





·         નારીજાતિના રૂપોમાં શબ્દના છેડે આવતા ‘ઈ’ની પ્રત્યયમાં પહેલો સ્વર હસ્વ અને બીજો સ્વર દીર્ઘ લખાય છે.

જેમકે,

વિધાર્થીની

યોગીની

નિર્ઝરીણી

સત્યવાદિની

તપસ્વિની

શિખરિણી

મયુરવાહિની

મોહિની

ગૃહિણી

ભગિની

 


Gk Test-ગુજરાતી વ્યાકરણ -જોડણી ઓનલાઈન ટેસ્ટ આપવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો .

https://forms.gle/Eo4GTFasKuKsTfQs8





Ø  તદભવ જોડણીના નિયમો :-

·         જે શબ્દો સંસ્કૃત સિવાયની ભાષામાંથી આવેલ હોય અને ગુજરાતી ભાષાના નિયમો મુજબ જોડણી થતી હોય તેવી જોડણીને તદભવ જોડણી કહે છે.

·         એકાક્ષરી શબ્દોમાં દીર્ઘ ‘ઈ’, ‘ઊ’ આવે છે.

શ્રી

ઘી

લૂ

ઝૂ

સ્ત્રી

જી

જૂ

બૂ

ફી

કી

રૂ

છૂ

 

 

 



·         અનુસ્વાર સાથેના એકાક્ષરમાં હસ્વ ‘ઉ’ આવે છે.

હું

શું

તું

છું




 

·         બે અક્ષરવાળા શબ્દમાં પહેલા અક્ષરમાં ‘ઈ’કે ‘ઊ’ દીર્ઘ આવે.

બીક

ભીલ

ઢીલ

ભીખ

લીલ

પીળું

ગીત

જીત

મીત

લીટી

 





·         ત્રણ અક્ષરના શબ્દોમાં ગુરુ અક્ષર પહેલા હસ્વ ‘ઈ’, ‘ઉ’ હોય, ત્યારે લઘુ અક્ષર પહેલાના ‘ઈ’, ‘ઊ’ દીર્ઘ હોય છે.

(ગુરુ અક્ષર એટલે-દીર્ઘ અક્ષર, લઘુ, અક્ષર –હસ્વ અક્ષર)

કિનારો

બિલાડી

સુથાર

લુહાર

દીકરો

દીવાલ

શિયાળો

ઉનાળો

હિસાબ

સિવાય

 

·         કેટલાક શબ્દો બોલતા ભાર આવે ત્યાં દીર્ઘ ‘ઈ’, ‘ઊ’ આવે.

દાગીનો

ઝેરીલો

નતીજો

નમૂનો

 




·         શબ્દને અંતે આવતા ‘ઈ’ દીર્ઘ લખાય છે.

નિસરણી

દીવાળી

બારી

ખુરશી

ચોપડી

કેડી

ધરતી

થાળી

ખડકી

વાટકી

 





·         ય,યા,યો,યું પહેલા આવતા ‘ઈ’ હસ્વ લખાય છે.

જેમકે

વસિયત

ફરજિયાત

ફેરિયો

ચોપાનિયું

કેફિયત

કરિયાવર

તકિયો

પરબીડિયું

તબિયત

કરિયાણું

અપવાદ :- પીયુષ

·         ચાર કે તેથી વધુ અક્ષરવાળા શબ્દોમાં આવતા ‘ઈ’કે ‘ઉ’ હસ્વ લખાય છે.

જેમકે,

હિલચાલ

ટીટીયારો

ઉત્તરાયણ

સુડતાળીસ

ખિસકોલી

કિલકિલાટ

હુલામણું

સુતરાઉ

નિસરણી

સિફારસ

 






·         મહત્વની જોડણી:-

અનુકૂળ

શિથિલ

વિનિપાત

ધરિત્રી

સહાનુભૂતિ

સિસોટી

માહિતી

દીપ્તિ

પ્રીતિ

મિજબાની

નિબિડ

સાવિત્રી

ઉપગીતિ

ભ્રુરીશ્રવા

નીલિમા

મુશ્કેલી

કૂતરું

તિમિર

દુંદુભી

મુંઝવણ

મશગૂલ

નિરવિધિ

શિરોમણિ

બિસ્મિલ

ધુમ્મસ





મટેરિયલની PDF FILE   ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.

https://drive.google.com/file/d/1lh1BcmTMrQlxclFpLdBH0slxmM5aKhxA/view?usp=sharing



 

·         કેટલાક અંગ્રેજી શબ્દોની શુદ્ધ ગુજરાતી જોડણી

ઇલેક્ટ્રિક

વિટામિન

ફેકલ્ટીઝ

એન્જિનયર

સર્ટિફિકેટ

કમ્પાઉન્ડ

એરોપ્લેન

સિન્ડીકેટ

મેજિસ્ટ્રેટ

કમિશન

સુપ્રિટેન્ડેન્ટ

પ્રેઝેન્ટ

સેનેટોરિયમ

ઓફીસ

કાઉન્સિલ

ટીકીટ

ટ્રાફિક

ટેલિવિઝન

મેટ્રિક

થિયેટર

મ્યુનિસિપાલિટી

પ્રેક્ટીસ

સબમરીન

યુનિવર્સિટી

કિડની

 


No comments:

Post a Comment