સમાસ
સમાસ એટલે શું ?
- આપણે લખાણને ટૂંકું અને સચોટ બનાવવા સમાસનો ઉપયોગ કરીએ છીએ.
- જયારે બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક આખો શબ્દ બને છે તેને સમાસ કહે છે.
- જેના પર અર્થનો આધાર હોય તેવા બે કે તેથી વધારે પદો જોડાઈને એક પદ બને તેને સમાસ કહે છે.
- સમાસનો પહેલો શબ્દ તે પૂર્વપદ અને બીજો શબ્દ તે ઉતરપદ.
- પૂર્વપદ અને ઉતરપદને છુટા પાડી અર્થ બતાવવાની ક્રિયાને સમાસનો વિગ્રહ કહે છે.
- સમાસ એ સ્વતંત્ર પદ છે અને તેના વપરાશથી ભાષામાં સરળતા,સચોટતા આવે છે.
- જ્યારે બંને પદ વાક્ય સાથે સ્વતંત્ર,સીધો,સંબંધ ધરાવતા હોય અને બંને પદ મુખ્ય હોય તો તેને સર્વપદપ્રધાન સમાસ કહે છે.
દા.ત.- માતા-પિતા,ફાગણ-ચૈત્ર,સુખ-દુખ.
- જયારે બંને પદ વાક્ય સાથે સ્વતંત્ર,સીધો સંબંધ ધરાવે છે અને બીજું પદ અન્ય પદને આધારે ગૌણ પદ હોય ત્યારે તેને એકપદપ્રધાન સમાસ કહે છે.
દા.ત.:-મહાપુરુષ,વિદ્યાભ્યાસ,એકમાત્ર.
- જયારે એકેય પદ વાક્ય સાથે સીધો સ્વતંત્ર અર્થ ધરાવતું નથી પરંતુ સમસ્ત પદ વાક્યના અન્ય પદને આધારે રહેલું ગૌણ પદ હોય ત્યારે તેને અન્યપદ પ્રધાન સમાસ કહે છે.
દા.ત.:- મુશળધાર,મુઠીભર,નિરાશ.
સમાસના પ્રકાર :
- દ્વન્દ્વ સમાસ.
- તત્પુરુષ સમાસ.
- મધ્યમપદલોપી સમાસ.
- કર્મધારય સમાસ.
- ઉપપદ સમાસ.
- બહુવ્રીહી સમાસ.
- દ્વિગુ સમાસ.
- અવ્યયીભાવ સમાસ.
૧)દ્વન્દ્વ સમાસ :
- દ્વંદ્વ એટલે જોડકું. બે કે તેથી વધુ પદો સમાન મોભો ધરાવતા હોય તેવા પદોના બનેલા સમાસને દ્વન્દ્વ સમાસ કહે છે.
- આ સમાસનો વિગ્રહ ‘અને’, ‘કે’, ‘અથવા’ જેવા સંયોજકો વડે થાય છે.
- આ સમાસ સર્વપદ પ્રધાન સમાસ છે.
ઉદાહરણો :-
- માતાપિતા – માતા અને પિતા
- ભાઈબહેન – ભાઈ અને બહેન.
- તડકોછાયો – તડકો અને છાયો.
- બે ચાર – બે કે ચાર.
- ચા કોફી – ચા કે કોફી
- પાંચ દસ –પાંચ કે દસ
- ઠંડુ ગરમ – ઠંડુ અથવા ગરમ
આમ , ‘અને’, ‘કે’, ‘અથવા’ જેવા સંયોજકો વડે વિગ્રહ પામતા સમાસને સમાસ કહે છે.
અન્ય ઉદાહરણો :
- હારજીત
- સુખ દુખ
- ટેબલ ખુરશી
- પતિ પત્ની
- રાય રંક
૨.) તત્પુરુષ સમાસ:
- જયારે સમાસના બંને પદો વિભક્તિના પ્રત્યયોથી છુટા પડે ત્યારે તત્પુરુષ સમાસ બને છે.
- જે સમાસના બંને પદો વચ્ચે વિભાક્તિનો સંબંધ હોય તેને તત્પુરુષ સમાસ કહે છે.
- તત્પુરુષ સમાસમાં પૂર્વપદ ગૌણ અને ઉતરપદ પ્રધાન હોય છે.
- એ,ને,થી,માં,નો,ની,નાં જેવા વિભક્તિના પ્રત્યયો વડે સમાસના પદોનો વિગ્રહ થાય છે.
ઉદાહરણો :-
- મરણશરણ –મરણને શરણ
- ધર્મશ્રધ્ધા –ધર્મમાં શ્રદ્ધા
- લોકસેવક –લોકોના સેવક
- વાતાવરણ –વાતનું આવરણ
- સ્નેહભર્યા –સ્નેહથી ભર્યા
- રાષ્ટ્રધ્વજ –રાષ્ટ્રનો ધ્વજ
અન્ય ઉદાહરણ :-
- વિચારસરણી.
- વાનરસેના
- ઉત્સવઘેલા
- માહિતીસાંકળ
- આરતીટાણું
૩) મધ્યમપદલોપી સમાસ :
- જે સમાસના બે પદોનો વિગ્રહ કરતા વચ્ચેના પદને ઉમેરવું પડે ત્યારે મધ્યમપદલોપી સમાસ બને છે એટલેકે વચ્ચેના પદનો લોપ થયેલો હોય છે.
- આ સમાસના બંને પડદો વચ્ચે વિભક્તિ સંબંધ પણ જોવા મળે છે.
- આ એકપદ સમાસ છે.
ઉદાહરણો :-
- મીણબત્તી –મીન વડેબનેલી બત્તી.
- ટપાલપેટી –ટપાલ નાખવાની પેટી.
- હિમડુંગર –હિમ વડે બનેલો ડુંગર.
- દીવાસળી –દીવો સળગાવવા માટેની સળી.
- મેઘધનુષ –મેઘ વડે બનેલું ધનુષ.
- સહનશક્તિ :-સહન કરવા માટેની શક્તિ
અન્ય ઉદાહરણો :-
- બગલથેલો
- બળદગાડી
- આગબોટ
- સિંહાસન
- અગરબત્તી
૪)કર્મધારય સમાસ
- જે સમાસના બંને પદો વિશેષણ –વિશેષ્ય સંબંધથી જોડાયેલા હોય તેને કર્મધારય સમાસ કહે છે.,એટલેકે કર્મધારય સમાસનું પૂર્વપદ વિશેષણ અને ઉતરપદ વિશેષ્ય હોય છે.
- કર્મધારય સમાસનું પ્રથમપદ વિશેષણ દર્શાવે છે.
- આ સમાસ એકપદ પ્રધાન છે.
ઉદાહરણો :-
- મહાદેવ –મહાન દેવ
- હાસ્યબાણ –હાસ્યરૂપી બાણ.
- જગન્ન્નાથ –જગતરૂપી નાથ.
- નરસિંહ –નરરૂપી સિંહ.
- સજ્જન –સતરૂપી જન.
અન્ય ઉદાહરણો :-
- મહોત્સવ
- મધ્યકાલીન
- જગચોક
- સમદરપેટ
- મહાસાગર.
૫) ઉપપદ સમાસ
- જે સમાસનું ઉતરપદ ક્રિયાધાતુ દર્શાવતું હોય અને બંને પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય તો તેને ઉપપદ સમાસ કહે છે.
- આ સમાસ બંને પદો અન્યપદના વિશેષણ તરીકે આવે છે.
- આ સમાસ અન્યપદપ્રધાન છે.
- ઉદાહરણો :
- નર્મદા – નર્મને આપનાર.
- સર્વજ્ઞ – સર્વને જાણનાર.
- માર્ગદર્શક –માર્ગને જાણનાર.
- ગીરીધર – ગિરીને ધારણ કરનાર.
- અન્નપુર્ણા –અન્નને પૂર્ણ કરનાર.
અન્ય ઉદાહરણો :-
- હિતેચ્છુ
- ધુરંધર
- માથાકૂટ
- મુઠીભર
- સત્યવાદી
૬) બહુવ્રીહિ સમાસ :
- જયારે સમાસના બંને પદો વચ્ચે વિશેષણ –વિશેષ્ય સંબંધ હોય,ઉપનામ ઉપમેય સંબંધ હોય અથવા પરસ્પર વિભક્તિ સંબંધ હોય અને તેનાથી બનેલું સામાસિક પદ અન્ય પદના વિશેષણ તરીકે વપરાતું હોય ત્યારે બહુવ્રીહિ સમાસ બને છે.
- આ સમાસનો વિગ્રહ કરીએ ત્યારે જેનો,જેની,જેનું,જેનાં,જેમાં,જે,જેને,જેનાથી,જેના વડે,જેના માટે,જેમાંથી,જેવા સર્વનામો વપરાય છે.
- આ સમાસ અન્યપદ પ્રધાન છે.
ઉદાહરણો :-
- દીર્ઘદ્રષ્ટી –જેની દ્રષ્ટિ દીર્ઘ છે તે.
- ગજાનન –જેનું મુખ ગજ જેવું છે તે.
- અમર્યાદ –જેની મર્યાદા નથી તે.
- એકરાગ –જેનો રાગ એક છે તે.
- વૃકોદર –જેનું ઉદર વૃક જેવું છે તે.
અન્ય ઉદાહરણો :
- પીતાંબર
- મહાબાહુ
- નિર્દોષ
- નિરાશ
- સત્યરૂપ
૭.દ્વિગુ સમાસ
- જયારે સમાસના બંને પદોનો વિગ્રહ કરતી વખતે સમૂહનો ભાવ દર્શાવે ત્યારે દ્વિગુ સમાસ કહેવાય છે.
- સમાસનું પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે,એટલેકે પ્રથમ પદ સંખ્યા દર્શાવતું હોય છે.
- આ સમાસ એકપદ પ્રધાન છે.
ઉદાહરણો :
- નવરાત્રી :- નવરાત્રીઓનો સમુહ.
- પંચતંત્ર :- પાંચ તંત્રનો સમુહ.
- ત્રિભુવન :-ત્રણ ભુવનનો સમુહ.
- ચોમાસું :- ચાર માસનો સમુહ.
- ષડરસ :-છ રસનો સમુહ.
અન્ય ઉદાહરણો :
- ચોરસ
- નવદુર્ગ
- નવચંડી
- ત્રિલોક
- પંચવટી
- પંચમહાલ
- પંજાબ
૮.અવ્યયીભાવ સમાસ :
- જે સમાસના પ્રથમ પદમાં અવ્યય હોય અને તેની અસર સમગ્ર સમાસના પદ ઉપર થતી હોય ત્યારે તેવા સમાસને અવ્યયીભાવ સમાસ કહે છે.
- આ સમાસના પૂર્વપદમાં યથા,પ્રતિ,આ,ઉપર,સહ,અધો,સ જેવા અવ્યયો આવે છે.
ઉદાહરણો :
- પ્રતિક્ષણ – દરેક ક્ષણે.
- અધોમુખ :-મુખ નીચે રાખીને.
- સવિનય :-વિનય સાથે.
- યથાપૂર્વ :-પહેલા પ્રમાણે.
- આજીવન :-જીવન સુધી.
અન્ય ઉદાહરણો :
- અવિરત
- પ્રતિદિન
- પ્રતિનગર
- પ્રતિમાસ.
- સાનુકૂળ
- સહધ્યાય
- સહપાઠી
- સહપરિવાર.
- સહચર્ય.
No comments:
Post a Comment