Wednesday, July 10, 2024

GK Test (ગુજરાતી લોકમેળાઓ)

 GK Test (ગુજરાતી લોકમેળાઓ)


ગુજરાતના  લોકમેળાઓ

ü    વૌઠાનો મેળો:- અમદાવાદ જિલ્લાના વૌઠા ગામ કે જ્યાં સાત નદીઓ નો સંગમ થાય છે. સ્થળે કાર્તિકી અગિયારસના દિવસેથી પૂર્ણિમા સુધી મેળો ભરાય છે. મેળો ગધેડાની લે-વેચ માટે પ્રખ્યાત છે. ગુજરાતનો સૌથી મોટો મેળો ગણવામાં આવે છે.

 

 

ü   ગોળ ગધેડાનો મેળો :- ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લામાં હોળી પછી પાંચમે મેળો ભરાય છે. મેળામાં આદીવાસી લોકો ઢો નગારા સાથે ગોળ ગધેડાના મેદાનમાં આનંદથી નાચે છે.

 

 

ü  ગળદેવનો મેળો :- દાહોદ જિલ્લાના ખંગેલા ગામના લોકો પોતાના ગળી ગયેલ બાળકના ઉપચાર માટે મેળામાં આવે છે.

 

GK Test (ગુજરાતી લોકમેળાઓ) ટેસ્ટ આપવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.👇

https://forms.gle/3MeTG4kKP9vrf7Pi9

 

ü   માધવપુરનો  મેળો :- ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી કૃષ્ણ-રૂકમણીના લગ્ન સમારંભે આ મેળો પોરબંદરના માધવપુર વિસ્તારમાં ભરાય છે.

 

 

ü   શામળાજીનો મેળો :- અરવલ્લી જિલ્લાના મેશ્વો નદીના કિનારે આવેલા તીર્થ શામળાજીમાં કાર્તિકી અગિયારસથી પૂનમ સુધી મેળો ભરાય છે.

 

 

 

ü   તરણેતરનો મેળો : સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામમાં ત્રિનેત્ર મહાદેવના મંદીરે ભાદરવા સુદ ચોથ થી છઠ્ઠ  સુધી આ મેળો ભરાય છે. જેમાં વિદેશના માણસો પણ આવે છે.

 



ü   ભવનાથનો મેળો: મહાશિવરાત્રીના દિવસે ભરાતો મેળો જુનાગઢના ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના મંદીરે મહાપુજા માટે લાખોની સંખ્યામાં લોકો આવે છે.

No comments:

Post a Comment