Sunday, August 18, 2024

ગુજરાતી વ્યાકરણ સીરીઝ -અલંકાર


અલંકાર

મનુષ્ય પોતાની શોભા વધારવા માટે આભૂષણ ધારણ કરે છે.તેવીજ રીતે ભાષામાં પણ વાણીની શોભા વધારવા માટે આભૂષણ એટલેકે અલંકારનો ઉપયોગ થાય છે. આપણા મનના ભાવો કે વિચારોને વ્યક્ત કરવાનું કામ ભાષાનું છે.,પરંતુ આ ભાવો કે વિચારોને અસરકારક રીતે રજુ કરવામાં જે રૂપ આપવામાં આવે છે તેને અલંકાર કહે છે. અલંકારનો વિનિયોગ ગદ્ય સ્વરૂપ અને પદ્ય સ્વરૂપમાં થાય છે.,અને ભાષાને એક નવું સ્વરૂપ મળે છે. અલંકારથી ભાષાની અભિવ્યક્તિ મનોહર,સરસ અને સચોટ બંને છે.



 

v  અલંકારના બે પ્રકાર છે.

૧.શબ્દાલંકાર

૨.અર્થાલંકાર








.શબ્દાલંકાર :-

                જે અલંકારમાં શબ્દો કે વર્ણો દ્વારા ચમત્કૃતિ સાધવામાં આવતી હોય તેને શબ્દાલંકાર કહે છે. એટલેકે જે અલંકાર દ્વારા કેવળ શબ્દને જ ચમત્કૃતિભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દાલંકાર કહેવાય. શબ્દાલંકારમાં શબ્દોની ખુબીની ચાવી તે તેના શબ્દો છે.

Ø  શબ્દાલંકારના પ્રકાર

1.      વર્ણાનુપ્રાસ અલંકાર.

2.      શબ્દનુપ્રાસ.

3.      યમક.

4.      પ્રાસસાંકળી કે આંતરપ્રાસ.

5.      પ્રાસાનુપ્રાસ કે અત્યાનુપ્રાસ







૧) વર્ણાનુપ્રાસ કે વર્ણસગાઈ અલંકાર.:-

જયારે એકનો એક વર્ણ કે અક્ષર વારંવાર પંક્તિ કે કથનમાં પુનરાવર્તન પામેને તેના લીધે ભાષા કે વાણીમાં સૌદર્ય પ્રગટે ત્યારે ‘વર્ણાનુપ્રાસ’ કે ‘વર્ણસગાઈ’ અલંકાર બંને છે.

ઉદાહરણો :-

·         મીઠા ધુને મીઠા મેહુલા રે લોલ

·         મુરકાવે માવલડી.

·         પાણી માટે પ્રભાશંકર પાણીયારા પાસે ગયા.

૨) શબ્દાનુપ્રાસ :-

જયારે કાવ્યપંક્તિમાં કે વાક્યમાં પ્રયોજાયેલા શબ્દોના ઉચ્ચાર એકસરખા થતા હોય તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે.

ઉદાહરણો :

·         સુલતાનના મોકલ્યા બે મિયાં ગુલતાનમાં મુલતાન જતા હતા.

·         કરે ગાન-તાન-પાન પત્ર હાથમાં રે લોલ!

·         હવે રંગ બની તંગ,મચાવી જંગ,પીયોજી ભંગ!







૩) યમક :-

જયારે એકનો એક અક્ષરસમૂહ બીજી વખત આવતો હોય અને બંને ઠેકાણે એના જુદા જુદા અર્થ થતા હોય ત્યારે યમક અલંકાર બંને છે .

ઉદાહરણો :-

  • અખાડામાં જવાના મેં ઘણીવાર અખાડા કર્યા છે.
  • હળવે હળવે હળવે હરજી મારે મંદિરે આવ્યા રે.
  • જા! ગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ.





૪) પ્રાસસાંકળી કે આંતરપ્રાસ.:-

જયારે પહેલા ચરણના છેલ્લા શબ્દ અને બીજા ચરણના પહેલા શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે પ્રાસસાંકળી કે આંતરપ્રાસ અલંકાર બંને છે.

ઉદાહરણો:-

  • વિદ્યા ભણ્યો જેહ,તેહ ઘેર વૈભવ રૂડો;
  • વિદ્યા ભાણિયો જેહ, તેહ સદાવ્રત આપે.
  • જાણી લે જગદીશ, શીશ સદગુરુને નામી.

૫)પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ :-

જયારે બે પંક્તિઓ કે ચરણના અંતે એકસરખા ઉચ્ચારોવાળા શબ્દો આવે ત્યારે અત્યાનુંપ્રાસ અલંકાર બંને છે. આપણી કવિતામાં અત્યાનુપ્રાસના ઉદાહરણો જોવા મળે છે. પ્રથમ ચરણ અને બીજા ચરણના છેલ્લા –છેલ્લા શબ્દો વચ્ચે પ્રાસ રચતો હોવાથી આ અલંકાર અત્યાનુપ્રાસ તરીકે ઓળખાય છે.

ઉદાહરણો :

 

  • દેહ પરના તીણા ઉઝરડા ન્હોરનાં,થીજી રહ્યા છે આજ ઠંડા પ્હોરનાં.
  • દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક.
  • જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી.

 


ઓનલાઈન ટેસ્ટ આપવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.👇

https://forms.gle/oM1X53u9PtG4JjVFA






૨) અર્થાલંકાર

               જે અલંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સાધવામાં આવે તેને અર્થાલંકાર કહે છે. આ અલંકારમાં શબ્દ કે વર્ણનું નહિ પરંતુ અર્થનું મહત્વ વધુ હોય છે અને અર્થ વડે જ અલંકાર બનતો હોય છે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો.:

·         ઉપમેય :

જે વસ્તુ,પદાર્થ,કે વ્યક્તિને સરખાવવામાં આવે તેને ઉપમેય કહે છે.

·         ઉપમાન :

જે વસ્તુ,પદાર્થ કે વ્યક્તિ  સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહે છે.

·         ઉપમા વાચક કે વાચક પદો.:

ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરતી વખતે સમ,સમાન,તુલ્ય,જેવું,સમોવડું જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. આ સરખામણી સૂચવતા શબ્દોને ઉપમાવાચક કે વાચક પદો કહે છે.

·         સાધારણ ધર્મ :

ઉપમેયને ઉપમાન સાથે કોઈ એક સમાનગુણની બાબતમાં સરખાવવામાં આવે છે એ ગુણને ‘સાધારણ ધર્મ’ કહે છે.

 




·        અર્થાલંકારના પ્રકારો.

1.     ઉપમા                     7. વ્યાજસ્તુતિ                      13. સ્વભાવોક્તિ

2.     રૂપક                                   8. સજીવારોપણ                     14. અન્યોક્તિ.

3.     ઉત્પેક્ષા.                              9. અપહનુતિ                          15. વિરોધાભાસ

4.     વ્યતિરેક                            10. અતિશયોક્તિ

5.     અનન્વય                            11. દ્રષ્ટાંત.

6.     સ્લેશ.                                  12. અર્થાન્તરન્યાસ

 

 

 




૧)ઉપમા અલંકાર :-

        જયારે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બંને છે.

બે જુદી જુદી વસ્તુઓ વચ્ચે કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે અથવા ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે તેને ઉપમા અલંકાર કહે છે.

  • જેવું.જેવી,જેવો,જેવા,સમાન,સરીખું,સરખો,બરાબર,કેરો,કેરી,કેરું,કેરા,તણું,તણા,તણો,તણી,સમ,સરખી,સમું,સમા,સમો,સમી,સમોવડું,સમોવડી,શી,શા,શો,માફક,સરખા,જેમ,જેવડું,જેવડો,પેઠે,સમાણાજેવા ઉપમાસૂચક શબ્દો સરખામણી માટે વપરાય છે.

ઉદાહરણો :

  • અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા.
  • કાળ સમોવડ તરંગ ઉપર ઊછળે આતમાનવ.
  • દમયંતીનું ,મુખ ચંદ્ર સમાન સુંદર છે.







મટેરિયલની PDF  ફાઈલ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.👇



૨) રૂપક અલંકાર :-

                જ્યારે ઉપમેય અને ઉપમાનને એકરૂપ ગણી લેવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. એટલેકે ઉપમેય અને ઉપમાનને એક ગણી લેવામાં આવે છે,બન્નેની એકરૂપતા દર્શાવવામાં આવે છે.

  • આ અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી નહિ પરંતુ ઉપમેયનું ઉપમાન ઉપર આરોપણ કરીને બંનેને એકરૂપ ગણી લેવામાં આવે છે.તેથી અહી સરખામણી કે સમાનતાનો ભાવ જોવા મળતો નથી.

ઉદાહરણો :

  • ચર્ચા એ લોકશાહીનો પ્રાણ છે.
  • બપોર એક શિકારી કુતરું છે.
  • પરિશ્રમ અને અહિંસા સગા ભાઈ બહેન છે.



૩) ઉત્પેક્ષા અલંકાર:-

                જયારે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી માટે સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પેક્ષા અલંકાર બને છે. આ અલંકારમાં સંશય કે સંભાવના માટે ‘જાણે’,‘રખે’, ‘શકે’-જેવા શબ્દો પ્રયોજવામાં આવે છે.

ઉદાહરણો :-

  • દમયંતીનું મુખ જાણે ચંદ્ર છે.
  • થાય છે મારી નજર જાણે હરણ,ને રહે છે ઠેકતી એ ઘાસમાં.
  • દેવોના ધામ જેવું હૈયું જાણે હિમાલય.

૪) વ્યતિરેક અલંકાર :-

                        જયારે ઉપમેયને ઉપમાન કરતા ચઢિયાતું દર્શાવવામાં આવે છે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. ઉપમેયને ઉપમાન કરતા ગુણ,ક્રિયા કે ભાવનાની બાબતમાં અધિક દર્શાવવાનો પ્રયત્ન આ અલંકારમાં કરવામાં આવે છે.

ઉદાહરણો :-

  • દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે.
  • ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે.
  • હલકા તો પારેવાની પાંખથી,મહાદેવથી યે મોટાજી.


૫) અનન્વય અલંકાર :-

                જયારે ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળતા ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે.

                એકની એક વસ્તુ ઉપમેય અને ઉપમાનના સ્થાને એક જ વાક્યમાં આવે ત્યારે તેને અનન્વય અલંકાર કહેવાય. અન +અન્વય = જેને અન્ય કોઈ ઉપમાન સાથે સંબંધ નથી તે.

ઉદાહરણો :

·         હિમાલય તો હિમાલય છે.

·         મા તે મા, બીજા વગડાના વા.

·         સાગર સાગર જેવો છે,આકાશ આકાશ જેવો છે.




૬) સ્લેષ અલંકાર :-

                જયારે એક જ શબ્દના બે અથવા વધારે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બંને છે.

કોઈ પંક્તિમાં કે ઉક્તિમાં એક શબ્દના એકથી વધુ અર્થ થાય અને તેમાંથી અર્થની ચમત્કૃતિ ઉદભવે ત્યારે શ્લેષ અલંકાર બંને છે.

ઉદાહરણો :-

  • ચોમાસું આવતાં સૃષ્ટિ નવું જીવન મેળવે છે.
  • એ કેવી રીતે ભૂલે પોતાની પ્યારી માને.
  • તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે.
  • એમનું હતું હૃદય કામ વિષે ડૂબેલું.

 




૭) વ્યાજસ્તુતિ અલંકાર

                જયારે નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદા કરવામાં આવી હોય ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે.

                વ્યાજ એટલે બહાનું. જયારે દેખીતી નિંદાના બહાના હેઠળ કોઈની પ્રશંસા થતી હોય અથવા તો દેખીતી પ્રશંસાના બહાના હેઠળ કોઈની નિંદા થતી હોય ત્યારે આ અલંકાર બને છે.

  • આ રીતે વ્યાજસ્તુતિના બે પ્રકાર પડે છે.
  • નિંદામાંથી સ્તુતિ.
  • સ્તુતિમાંથી નિંદા.
  • નિંદામાંથી સ્તુતિ.
  • આ હોશિયાર વિધાર્થી બીજા નંબરના સ્થાનનો કટ્ટો વેરી છે.
  • સૂર્યદેવ! તમારા કિરણોએ શું ધોળું કર્યું ? અંધકારનું મુખ તો કાળું થઇ ગયું છે !
  • સ્તુતિમાંથી નિંદા :
  • શું તમારી બહાદુરી ! ઉંદર જોઈને ભાગ્યા.
  • સમીરને છેલ્લી પાતળી પર બેસવાનો શોખ છે.
  • તમે ખરા પહેલવાન ! ઊગતો બાવળ કુદી ગયા.


૮)સજીવારોપણ અલંકાર :-

                જયારે નિર્જીવ વસ્તુમાં સજીવના ભાવોનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. માનવભાવને યોગ્ય રીતે વર્ણવવા માટે આ અલંકાર પ્રયોજવામાં આવે છે.

ઉદાહરણો :-

  • ઓઢી અષાઢન આભલામાં જંપી જગની જંજાળ.
  • ઊગી જવાય વાડે. જો આ ક્ષણે વતન હોય.
  • ડુંગરાઓ પર હરિયાળી છે. એમણે નવો વેશ સજી લીધો છે.

૯) અપહનુતિ અલંકાર :-

જયારે ઉપમેયનો એકવાર નિષેધ કરીને પછી તેના ઉપર ઉપમાનનું આરોપણ કરવામાં આવે તેને અપહનુતિ અલંકાર કહે છે.

ઉદાહરણો :-

·         આ ન શહેર,માત્ર ધ્રુમના ધૂંવા.

ન શહેર આ, કુરુપની કથા,

ન શહેર, વિરાટ કો વ્યર્થા.

 

·         ન હોય એ અભ્ર, એ તો ગરવો ગિરનાર છે.




૧૦) અતિશયોક્તિ અલંકાર

                જયારે ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. જયારે કોઈ હકીકતને વધારીને કહેવામાં આવે ત્યારે પણ આ અલંકાર બને છે.

ઉદાહરણો :-

·         પડતાં પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા.

·         તેના ધનુષ્ય ટંકારની સાથે જ શત્રુઓએ જીવવાની આશા છોડી દીધી.

·         કાચે તે તાંતણે હરજીએ બાંધી.




૧૧) દ્રષ્ટાંત અલંકાર :-

                જયારે એક વાક્યની વિગતોનું પ્રતિબિંબ બીજા વાક્યમાં પડે છે ત્યારે આ અલંકાર બેન છે. આ અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણીનો ભાવ હોતો નથી.

ઉદાહરણો :-

  • કાળું કલંક પણ ચંદ્રની શોભા વધારે છે તેમ ઉકરડો ગામની શોભા વધારે છે.
  • સક્કરખોરનું સાકર જીવન,ખરના પ્રાણ જ હરે.
  • મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે,

બળતો બળતો ધૂપ સુવાસિત કરે.




૧૨) અર્થાન્તરન્યાસ અલંકાર :-

                        અર્થાન્તરન્યાસ એટલે બીજો અર્થ મૂકવો તે, એક વિધાનન સમર્થનમાં એ જ અર્થનું બીજું વિધાન મૂકવું તે. જ્યારે સામાન્ય વાતનું કોઈ વિશેષ વાત દ્વારા અથવા  વિશેષ વાતનું સામાન્ય વાત દ્વારા થતું સમર્થન બતાવાય ત્યારે અર્થાન્તરન્યાસ અલંકાર બને છે.

ઉદાહરણો :-

  • ઊગે કમળ પંકમાં તદાપિ દેવશિરે ચડે,

નહી કુળથી કિન્તુ મૂલ્ય મૂલવાય ગુણ વડે.

  • જેવી સંગતિમાં ભલે તે પણ તેવા થાય.

ગંગામાં અપવિત્ર જળ ગંગાજળ થઇ જાય.

૧૩) સ્વભાવોક્તિ અલંકાર :-

              જ્યારે કોઈપણ અલંકારનો ઉપયોગ કર્યા વિના,જેવું હોય તેવું યથાર્થ આલેખન કરવામાં આવે ત્યારે સ્વભાવોક્તિ અલંકાર બને છે.

              જેમ વસ્તુ જેવી હોય તેવું વાસ્તવિક ચિત્ર આપ્યું હોય તે અલંકારને સ્વભાવોક્તિ અલંકાર કહે છે.

              સ્વભાવોક્તિ એટેલે જેવું હોય તેવું જ બરાબર વર્ણન કરવું તે.

ઉદાહરણો :-

  • શોકાવેશે હૃદય ભરતી,કંપતી ભીતીઓથી

ને ચિંતાથી જવલિત બનતી,સંભ્રમે વ્યગ્ર થાતી.

  • આવી જ એક ક્ષણ હોય,

સામે અષાઢી ધન હોય.

  • સુરભિને લય ત્યાં જ પતંગિયું લાપકતું અવદ્વાર થકી મન ગમ્યું વિહરી.

૧૪) અન્યોક્તિ અલંકાર :-

        જ્યારે મુખ્ય મુદ્દા કે વાતને છુપાવી રાખી આડકતરી વાત દ્વારા જ મુખ્ય વાતનો બોધ કરવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે.

ઉદાહરણો :-

  • ઘુવડ સો વર્ષ જીવે પણ એને દિવસની ગમ ન પડે.
  • ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન.
  • પારકી મા જ કાન વીંધે.



૧૫) વિરોધાભાસ અલંકાર :-

                   જયારે બે ભિન્ન વસ્તુઓને એકસાથે રજૂ કરતાં વિરોધ ઉત્પન્ન થાય,પણ એ વિરોધનો માત્ર આભાસ જ હોવાથી તેને વિશે ઊંડો વિચાર કરતાં તે વિરોધનું શમન થઇ જાય તેવા અલંકારને વિરોધાભાસ અલંકાર કહે છે.

                   જે કથનમાં સામાન્ય દ્રષ્ટિથી જોતા તે અર્થહીન લાગે,પરંતુ વધુ વિચારતા તેમાં ઊંડો અર્થ દેખાય તેને વિરોધાભાસ અલંકાર કહે છે.

ઉદાહરણો :-

·      હે સિંધુ, તું ખારો છે,છતાં અમીરરસભર્યો છે.

·      જેઠ તપી રહ્યો જગમાં રે,એને શ્રવણ આંખે.

 





decoration

Human beings wear ornaments to enhance their beauty. Similarly, in language too, ornaments i.e. ornaments are used to enhance the beauty of speech. Language is the function of expressing the thoughts or feelings of our mind, but the form given to express these feelings or thoughts effectively is called ornamentation. Allegory is appropriated in prose and verse, and language takes on a new form. The expression of language through rhetoric is both beautiful, beautiful and accurate.

 





There are two types of ornamentation.

1. Punctuation

2. Meaning

1. Punctuation :-

  The ornamentation in which magic is achieved through words or characters is called word ornamentation. That is, the ornamentation by which only the word is made miraculous or attractive is called word ornamentation. The key to the beauty of words in word art is its words.

Types of punctuation

1. Narrative ornamentation.

2. Word reading.

3. Rhyme.

4. Rhyme or inter-rhyme.

5. Prasanupras or Atyanupras

1) Varnanupras or Varnasagai Alankar.:-

When a varna or letter of one is repeated repeatedly in a line or a sentence, due to which beauty appears in the language or speech, then 'Varnanupras' or 'Varnasagai' are both embellishments.

Examples :-

• Mitha Madhune Mitha Mehula Re lol

• Mukh Merkave Mavaldi.

• Prabhashankar went to Paniyara for water.





2) Shabdnuprasa :-

When the words used in a poem or sentence are pronounced the same, it is called alliteration.

Examples:

• Two Mians sent by the Sultan were going to Multan in Gultan.

• Kare gan-tan-pan letter in hand Ray lol!

• Now the color becomes tense, Machavi Jang, Pyoji break!





3) Rhyme :-

Rhyming is both when one syllable occurs in the second place and has different meaning in both places.

Examples :-

• Going to the gym I have done gyms many times.

• Slowly, slowly, Harji Mare came to the temple.

• Go! Gamayanti Ball Damayanti Naleyo Saad.

4) Rhyme or inter-rhyme:-

When rhyme occurs between the last word of the first stanza and the first word of the second stanza, there is both rhyming and inter-rhyming ornamentation.

Examples:-

• Vidya Bhanyo Jeh,teh Gher Vaibhav Rudo;

• Vidya Bhanio Jeh, Teh Sadavarat give.

• Know Le Jagdish, Name Sheesh Sadguru.





5) Prasanupras or Antyanupras :-

When words with the same accent come at the end of two stanzas or stanzas, there are both atyanupras alankaras. Examples of atyanupras are found in our poetry. Since the rhyme is formed between the first stanza and the last words of the second stanza, this ornament is known as atyanuprasa.

Examples:

 

• The three bruises on the body are cold, freezing today.

• Duryodhana A messenger, deadly evil in appearance.

• Jeni Jashoda Mavaldi, Charave Gokul Gavaldi.

 




2) Meaning

 An ornament in which a miracle is achieved through meaning is called Arthalankara. In this alankar, not the word or description but the meaning is more important and the alankar is made with the meaning.

Things to keep in mind.:

• Simile:

The thing, substance or person that is compared is called simile.

• Compliments:

What is compared to a thing, substance or person is called a simile.

• Simile reader or reader verses.:

When comparing simile with simile, words like same, same, equal, like, equal are used. These comparison words are called similes or similes.

• Modesty of religion:

Upameya is compared with Upmana in terms of some similarity is called 'ordinary religion'.

 



• Types of semantics.

1. Simile 7. Nyajastuti 13. Svavarokti

2. Allegory 8. Organism 14. Allegory.

3. Expectation. 9. Subjunctive 15. Contradiction

4. Exaggeration 10. Exaggeration

5. Ananvaya 11. Illustration.

6. Slash. 12. Interpretation

 

 



 

1) Upama Alankar :-

  When simile is compared with simile, simile is both metaphorical.

Comparing two different things with respect to a particular quality or comparing a simile with a simile is called a simile.

• like ,sha,show,mafak,sarakha,jam,jevdnu,jevdo,pethe,samana are used for comparison.

Examples:

• Our grandfather is like a bunch of giant trees.

• Atmanav rises above the equinox wave.

• Damayanti's face is as beautiful as the moon.





2) Allegorical Embellishment :-

  When simile and simile are considered identical, metaphor becomes metaphor. That is, simile and simile are taken as one, the sameness of both is shown.

• In this metaphor, there is no comparison between simile and simile, but by superimposing the simile on the simile, both are considered to be the same. Therefore, there is no sense of comparison or equality.

Examples:

• Debate is the lifeblood of democracy.

• Noon is a hound.

• Hard work and non-violence are related brothers and sisters.




3) Expectation ornament:-

  Anticipation is metaphorical when similes and similes are used to express potential for comparison. Words like 'Jane', 'Rakhe', 'Sake' are used in this metaphor for doubt or possibility.

Examples :-

• Damayanti's face is like the moon.

My eyes look like a deer, hiding in the grass.

• A heart like the abode of the gods is like the Himalayas.




4) Vyatirek Alankar :-

  When the simile is shown as superior to the simile, it becomes metaphorical. An attempt is made in this metaphor to show more in terms of quality, action or spirit than the simile.

Examples :-

• Even the moon looks pale in front of Damayanti's face.

• The river of the Ganges rises and falls, lol, the flow of love is the same.

• Lightly, from the wing of a bird, from Mahadev to Ye Motaji.




5) Ananvaya Alankar :-

  Ananvaya alankara is made when a simile is compared with a simile when there is no simile to compare it to.

  Ananvaya alankara is when one thing occurs in place of upameya and upamana in the same sentence. Un + anvay = that which has no relation to any other aupman.

Examples:

• The Himalayas are the Himalayas.

• Ma te ma, va of second wagada.

• The ocean is like the ocean, the sky is like the sky.




6) Slash Ornament :-

  A pun is both when the same word has two or more meanings.

Punctuation is both when a word in a line or a saying has more than one meaning and a paradox of meaning emerges from it.

Examples :-

• Nature gets a new lease of life with monsoons.

• How he mistakenly believes his beloved.

• The vessel you selected is waterless.

• His heart was bent on work.

 



7) Interest rate ornamentation

  When praise is followed by censure or censure is followed by praise, sycophancy is embellished.

  Interest is an excuse. This metaphor occurs when someone is praised under the pretext of apparent condemnation or when someone is criticized under the pretext of apparent praise.

• Thus there are two types of interest rates.

• Praise from condemnation.

• Blame out of praise.

• Praise from condemnation.

• This gifted student is very close to the second position.

• Sun God! What did your rays wash? The face of darkness has become black!

• Blasphemy from praise:

• What your bravery ! Saw the mice and ran away.

• Sameer likes to sit on the last thin.

• You are a true pioneer! The growing acacia jumped.




8) Vegetative decoration :-

  When inanimate objects are given the values ​​of living things, living things also become ornaments. This metaphor is used to aptly describe humanity.

Examples :-

• Jampi Jag Janjal in Odhi Ashadhana Abhala.

• Raised and fenced. If at the moment there is a hometown.

• There is greenery on the hills. He has donned a new guise.





9) Apahnuti Alankar :-

When similes are prohibited once and then similes are superimposed on them, it is called apahnuti alankara.

Examples :-

• This is not a city, only the smoke of Dhruma.

Not this city, ugly story,

No city, no waste.

• If not, it is a shameless person.





10) Exaggerated ornamentation

  When the simile is not mentioned and the simile is the simile, hyperbole becomes metaphor. This embellishment also happens when a fact is exaggerated.

Examples :-

• He passed out before falling.

• As soon as he drew his bow, the enemies gave up hope of living.

• Tie the raw thread gently.





11) Illustrative Ornament :-

  When the details of one sentence are mirrored in another sentence, this is embellishment. This metaphor does not have the meaning of comparison between upameya and upamana.

Examples :-

• Just as a black taint adds beauty to the moon, so does a thorny village.

• The true life of a sugarcane, the life of a real person is lost.

• Let the dying saints make others happy,

Let the burning incense be fragrant.




12) Arthantarnyas Alankar :-

  Interpreting means to add another meaning, to support one statement by another statement with the same meaning. Metaphor is when a general statement is supported by a special statement or a special statement is supported by a general statement.

Examples :-

• The rising lotus always ascends to Godshir,

Not by clan but value by marks.

• Even if it happens in such company.

The impure water in the Ganga becomes Ganga water.




13) Characteristic Ornament :-

  A idiom becomes a metaphor when it is drawn literally as it is, without using any embellishment.

  An ornament that gives a realistic picture of what the object is like is called a characteristic ornament.

  To describe exactly what the idiom is like.

Examples :-

• Grieving with heart-filling, trembling fears

And became excited with anxiety, probably disturbed.

• Have one such moment,

There is a lot of money in front of you.

• Surabhi saw the rhythm of the butterfly fluttering there.





14) Other ornamentation :-

  Anyokti is embellished when the main point or point is hidden and the main point is conveyed through indirect speech.

Examples :-

• Even if an owl lives for a hundred years, it does not like the day.

• Castor Pradhan in a deserted village.

• Ear piercing only in Parki.




15) Paradox Ornament :-

  When an opposition occurs by presenting two different things together, but since that opposition is only an illusion, after thinking deeply about it, the opposition is mitigated, the metaphor is called paradox metaphor.

  A statement in which it seems meaningless from a simple point of view, but when you think about it more deeply, is called paradoxical metaphor.

Examples :-

• O Indus, you are salty, yet rich.

• In the heat of the world, listen to it.

 


No comments:

Post a Comment